MAUNI SCHOOL OF COMMERSE

રેખા તારા બાપને કે હવે ગીટાર બંધ કરે, એની 12 સાયન્સના બોર્ડની પરીક્ષા નજીક છે પણ એને ક્યાં ભાન છે?"- પુત્ર હાર્દિકને ગીટાર વગાડતો જોઇને અનિરુદ્ધ પોતાની પત્ની પર બબડ્યો।
"શું કામ એને પરાણે ભણાવો છો? એને સંગીતના ક્ષેત્રમાં રસ છે તો એમાં જવા દો ને."-રેખા એ એકદમ શાંત ચિતે સમજાવતા કહ્યું।
"હવે તું પણ એના જેવી થઇ ગઈ? લાવ મને એનું ગીટાર જ તોડી નાખવા દે."-અનિરુદ્ધ સોફા પરથી ઉભો થઇ સીધો હર્દિક ના રૂમમાં ગયો અને હાર્દિકનું ગીટાર ભીત પર જોર જોરથી અથડાવા લાગ્યો. વચ્ચે હાર્દિકે એને રોકવા નો પ્રયત્ન કર્યો તો એને પણ પગ પર ગીટાર મારી દીધું।
( હાર્દિકે તરત જ એના મમ્મી ને બૂમ મારી એના પગમાંથી લોહી નીકળતું હતું। તમાશો પૂરો કરી અનિરુદ્ધ પોતાની રૂમમાં ચાલ્યો ગયો. રેખાબેને હાર્દિક ને દવાખાને લઇ જી એની સારવાર કરી.)
-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\-\- ( 7 દિવસ પછી સ્કૂલના વાર્ષિક સમારંભમાં) "હવે આપણે સ્પર્ધાના ત્રીજ સ્પર્ધક રજત સુરાણીને સ્ટેજ પર ગીટાર વગાડવા માટે આમંત્રિત કરીશું " - એન્કરે સ્ટેજ પરથી જાહેરાત કરતા કહ્યું।
( એ પછી આખા હોલની લાઈટ બંધ થઇ જાય છે ને સ્ટેજ પર રજત સુરાણી ની એન્ટ્રી થાય છે. એ દર્શકો ના અભિવાદન જીલે છે અને ખુરસી પર બેસી ગીટાર વગાડવાનું સ્ટાર્ટ કરે છે.)
"રેખા આ તો આપણો હાર્દિકયો હોય એવું લાગે છે."-અનીરુધે પોતાની શંકા વ્યક્ત કરતા કહ્યું।
" લ્યો હવે તમને બધી જગ્યા એ જ દેખાવા લાગ્યો કે શું. હાર્દિક ઘરે વાંચે છે એની પરીક્ષા નજીક છે?"- રેખાએ જવાબ આપતા કહ્યું।
" પણ મને તો તારા પર શંકા થાય છે. તું ખોટું બોલે છે ને?"-અનીરુધે શંકા વ્યક્ત કરી.
" તો કઈ નઈ. તમને જેમ લાગે એમ તમે સમજો"- રેખાએ પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું। (અનિરુદ્ધ પોતાની જગ્યા પરથી ઉભો થઈને ચાલ્યો જાય છે. એ પછી તો જોતજોતામાં રજત મહેફિલ જમાવે છે ને એક એક શ્રોતાને પકડી રાખે છે. એકદમ જબરદસ્ત રીતે એ ગીટાર વગાડે છે અને દર્શકોની તાળીઓના અભિવાદન જીલે છે.થોડીક વાર પછી વિજેતાઓના નામોની જાહેરાત થાય છે.) " અને હવે ગીટારની સ્પર્ધા ના વિજેતા એવા એક અને માત્ર એક રજત સુરાણી સ્ટેજ પર એના માતા પિતા સાથે ઇનામ લેવા માટે પધારશે ."-એન્કરે મોટેથી જાહેરાત કરતા કહ્યું।
( રજત ના મમ્મી ફટાફટ સ્ટેજ પર દોડી જાય છે.)
"બેટા રજત તારા પપ્પા ક્યાય દેખાતા નથી ને?"- એકદમ નીર્દોષ ભાવે એન્કરે રજત ને પૂછ્યું।
" હુ અહી છું."-રજતના પપ્પાએ પાછળથી હોકારો આપતા કહ્યું।
"અને આ ઇનામ રજત સુરની ને આપવામાં આવે છે"-માઈક માં મોટેથી બૂમ પડતા એન્કરે કહ્યું।
( બધા શ્રોતાઓ પોતાની ખુરશી પરથી ઉભા થઈને રજતને વધાવી લે છે. એના મમ્મી પપ્પા ને પણ ખુબ જ હરખ થતો હતો.)
"સર,હું 2 મિનીટ માટે બોલી શકું?
" ચોક્કસ કેમ નહિ?"
રજતના પપ્પાએ માઈક હાથમાં લેતા કહ્યું " બેટા રજત સુરાણી ઉર્ફે હાર્દિક રાણા, તારી સાથે અસભ્ય વર્તન કરવા બદલ હું ખરેખર દિલગીર છું. મને માફ કરી દે. મારું ડોક્ટર બનવાનું અધૂરું સપનું તું પૂરૂ કરે એવું હું આજ સુધી ઈચ્છતો આવ્યોં હતો પણ આજે મને ખબર પડી છે કે તારી પાસે પણ ઉડવા માટે પોતાની પાંખો છે જે તને સંગીતની દુનિયામાં લઇ જઈ રહી છે. હવે હું તને ક્યારેય નહિ કહું કે તું આમ કર. તારું દિલ કહે એમ જ તું કરજે। તારે જે પ્રકારના ગીટાર જોતા હોય એ તું લઇ આવજે એ માટે હું તને પૈસ્સા આપીશ। હવે તું એકદમ બેફીકર રહીને ઘરે ગીતાર વગાડ્જે તને કોઈ નહિ રોકે।બની સકે તો મને માફ કરજે। "
(આટલું બોલતા જ હાર્દિકના પપ્પા ના કાંઠે ડૂમો ભરાઈ આવ્યોં। એની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. હોલ માં બેઠેલા શ્રોતાઓના આખુના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.)