Gujarati Lekhak Mandal ગુજરાતી લેખક મંડળ

'ગુજરાતી લેખક મંડળ' 1992થી on-ground કામ કરતી એક લોકશાહીગત સંસ્થા છે. આ 'ફેસબુક ગ્રુપ' તેનું ઈન્ટરનેટ પરનું virtual group - સંપર્ક-જૂથ છે. જેમાં ગુ.લે.મં.ના નોંધાયેલા સભ્યો ઉપરાંત ફેસબુક પરના લેખકો અને લેખનમાં રસ ધરાવતા લોકો જોડાઈ શકે છે.

અહિં જોડાયા બાદ આપની પ્રવૃત્તિ અને પોસ્ટ, ગ્રુપના ઉદ્દેશો સાથે તાલમેલમાં રહે તો તે આપણા સહુને માટે લાભદાયક બનશે. તે માટે કેટલાક માર્ગદર્શક મુદાઓ...

1- લેખકોના હક-હિત અને ગૌરવને સ્પર્શતી વાત કરી શકો છો.
2- લેખકોની સજ્જતા, પ્રતિબદ્ધતા, જાણકારી, સમજણ વિકસાવતી વાત કરી શકો છો.
3- લેખન ક્ષેત્રે કોઇ ઘટના કે સમાચાર રજૂ કરી શકો છો.
4- લેખકોના (આપના) કોઇ પણ વિષય પરના વિચારો રજૂ કરી શકો છો.
આ વિચારો 'યોગ્ય' હોવા જરૂરી છે. યોગ્ય અને અયોગ્ય શું તે આપણે સહુ જાણીએ છીએ. અને તેનો નિર્ણય આપ - એડમીન - સહુ સભ્યો પોત પોતાની વિવેક બુદ્ધિ અનુસાર કરશે. છતાં, સમજણ પુરતુ કહીએ તો, સાવ અંગત વાતો, લેખન/પબ્લિકેશન સિવાયની જાહેરાતો, ચાપલુસી, ધિક્કાર વધે તેવી વાતો, કોઇની બદનક્ષી વગેરે અયોગ્ય કહી શકાય
5- અયોગ્ય પોસ્ટ ડિલીટ કરવામાં આવશે.
6- લેખકોની- આપની કૃતિઓ રજૂ કરી શકો છો.
લેખકે પોતાની કૃતિ સાથે પોતાનું નામ મુકવુ. બીજા લેખકની કૃતિ તેમની મંજૂરી મેળવ્યા પછી જ, જે તે લેખકના નામ સાથે મુકવી.
7- લેખકોના પબ્લિકેશનની જાહેરાતો કરી શકો છો.
8- અહિં મૂકેલી પોસ્ટ તેમજ વ્યક્ત થયેલા વિચારોની જવાબદારી, જે તે પોસ્ટ મૂકનારની રહેશે.
9- જો કોઇ સભ્ય જાણી જોઇ ને 'ન્યુસંસ' ઉભૂ કરશે તો તેને દૂર કરવામાં આવશે. (જે શક્યતા નહિવત્ છે. છતાં, આપની જાણ ખાતર)
10- પોસ્ટ કરતી વેળા ટાઇપીંગ ચોકસાઇ પૂર્વક કરી 'ઘ' અને 'ધ' માં કે 'ઠ' અને 'થ'માં ફરક જાળવી રાખશો.

'ગુજરાતી લેખક મંડળ' લેખકોના હક-હિત અને ગૌરવ માટે કામ કરતું એક વ્યવસાયિક સંગઠન છે, તો સાથે સાથે લેખકોને સાંપ્રત સમય અને સમાજ સાથે જોડતી એક વિચાર-ઝુંબેશ પણ છે.
ગુજરાતી લેખક મંડળના ધ્યેય અને હેતુઓને વ્યાપક અર્થમાં આ રીતે મૂકી શકાય :
1. લેખકોના આર્થિક અને વ્યવસાયિક હક અને હિત માટે દરેક સ્તરે જાગૃતિ લાવવા માટે કામ કરવું. સંગઠનશક્તિના આધારે પ્રકાશકો, માધ્યમો અને સંસ્થાનોમાં લેખકતરફી રજૂઆતો કરવી કે લેખકોના હક-હિતભંગના કિસ્સાઓમાં ન્યાય માટે લડત આપવી.

2. વ્યવસાયિક હિતોની જાળવણી ઉપરાંત લેખનકાર્ય માટે ગૌરવપ્રદ આર્થિક મુલ્યોની સ્થાપના દ્વારા, લેખકો લેખનને એક વ્યવસાયરૂપે સ્વીકારીને જીવન-નિર્વાહ કરી શકે તેવી સામાજિક પરિસ્થિતિના નિર્માણ માટે પ્રયત્નો કરવા.