કાવ્યો-ગઝલો નું આદાન-પ્રદાન (JanakDesai)

ગુજરાતી+ કવિતાઓ અને સંગીત.
https://www.facebook.com/groups/sugam.geet/

ગુજરાતી-हिन्दी કવિતા, અને ગઝલો-Wordpress Blog
http://gujaratipoemsplus.com/

ગુજરાતી-हिन्दी કવિતા અને ગઝલો -Blogspot Blog
http://gujaratipoemsplus.blogspot.com/

મળેલા જીવ
https://www.facebook.com/malelajiv
------------------------------------------------------------------------------
આ ગ્રુપ માત્ર કાવ્ય, સાહિત્ય અને સંગીત માટે છે.
તમારી પ્રોફાઇલમાં નીચેની વિગત ન હોય તો આ ગ્રુપમાં જોડાવા વિનંતી ન કરવી:

• તમે કોણ છો એની સ્પષ્ટતા પ્રોફાઇલમાં હોવી જરૂરી છે.
• તમારી વોલ ઉપર કાવ્ય અંગે સ્પષ્ટ પ્રવૃત્તિ કે શોખની નિશાની હોવી જરૂરી છે.

ગ્રુપનો ધ્યેય ગુજરાતી અને હિન્દી કાવ્યો, ભાષા અને સંગીતના પરિચય , પ્રસારણ અને પ્રોત્સાહનનો છે.

• મૂળ ધ્યેય કાવ્યોનો છે.
• કાવ્ય સાથે પિક્ચર રજુ કરવા નહિ. માત્ર શબ્દો થી જ રજૂઆત કરવા.
• સુવિચાર, રમૂજી વિચારો, કહેવતો વગેરે પોસ્ટ ન કરવું.
• ગુજરાતી કે હિન્દી ભાષામાં જ પોસ્ટ કરવું.
• રચનાના લેખક / કવિનું નામ લખવું.
• કવિનું નામ જાણમાં ન હોય તો "અજ્ઞાત" લખવું.
• Jokes વગેરે પોસ્ટ કરવા કરવા નહિ.
• પોલીટીકલ પોસ્ટની સખત મનાઈ છે.
• ધાર્મિક પોસ્ટની સખત મનાઈ છે.
• આધ્યત્મિક લખાણ યોગ્ય છે, પરંતુ ધાર્મિક પ્રચાર કરવો નહિ.

વેબ-વર્લ્ડ, ફેસબુક, વગેરે દ્વારા આપણી ભાષાને પ્રચલિત અને પ્રચારિત કરવાનો પ્રયત્ન કરવો છે. આપણે બધા સાથે કરીએ, અને એકબીજાને સહકાર આપીએ તો પ્રગતિ એટલી જલ્દી થશે.

આપણી ભાષાને જીવતી રાખો. પ્રગતિ જરૂરી છે, અને તે પ્રગતિમાં ઈંગ્લીશ ભાષા જરૂરી છે, પણ એનો અર્થ એ નહિ કે આપણી ભાષાઓનો ઉપયોગ ઓછો કરવો.

વડીલોની ફરજ છે કે બાળકોને આપણી સંસ્કૃતિ શીખવાડીએ, જેથી આપણા બાળકો એમના બાળકો ને વારસાગત આપી શકે.